ગુજરાત સરકારની કોચિંગ સહાય યોજના 2025 હેઠળ અનુસુચિત જાતિ, વિકસતી જાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ₹20,000 સુધીની સહાય મળશે. અરજી કરો esamajkalyan.gujarat.gov.in પર.
ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહન આપવા “કોચિંગ સહાય યોજના (Coaching Sahay Yojana 2025)” શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અનુસુચિત જાતિ, વિકસતી જાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી, NEET, JEE, GUJCET જેવી પરીક્ષાઓની તૈયારી, IIM, NIFT, NLU & CEPT જેવી સંસ્થાઓમા એડમિશન માટેની પૂર્વ પરિક્ષાની માટે કોચિંગ ફી તરીકે ₹20,000 સુધીની સહાય આપવામાં આવે છે.
કોચિંગ સહાય યોજના 2025
| યોજના નામ | કોચિંગ સહાય યોજના 2025 |
|---|---|
| યોજનાનો ઉદ્દેશ | સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવી |
| લાભાર્થી | અનુસુચિત જાતિ, વિકસતી જાતિના વિદ્યાર્થીઓ |
| યોજના શરુ વર્ષ | વર્ષ 2017-18 |
| સહાય રકમ | ₹20,000 સુધી |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન અરજી (eSamajKalyan Portal) |
| અરજી તારીખ | 01-09-2025 થી 15-10-2025 |
| અધિકૃત વેબસાઇટ | esamajkalyan.gujarat.gov.in |
આ પણ વાંચો : દીકરીને મળશે લાખો રૂપિયા… આજે જ પોસ્ટ ઓફિસમાં આ યોજના માટે ખાતું ખોલાવો
યોજનાના મુખ્ય લાભો
- કોચિંગ ફી સહાય: સરકારી મંજૂર કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને ₹20,000 સુધીની સહાય મળે છે.
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સહાય: NEET, JEE, GUJCET જેવી પરીક્ષાઓ માટે તાલીમ સહાયરૂપ બને છે. IIM, CEPT, NIFT, NLU જેવી ALL INDIA લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GREની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના.
- સરકારી સીધી સહાય (DBT): રકમ સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
- વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહન: ગ્રામ્ય અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની તક.
આ પણ વાંચો : વ્હાલી દીકરી યોજના 2025 : દીકરીઓ માટે સરકાર આપશે ₹1,10,000 સહાય
અરજી કરવાની પ્રક્રિયા
- 👉 esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ ખોલો.
- “Student Login / New Registration” વિકલ્પ પર ક્લિક કરો.
- જરૂરી માહિતી (Aadhaar, જાતિ, આવક વિગેરે) સાથે રજીસ્ટ્રેશન કરો.
- “Coaching Sahay Yojana” પસંદ કરી ઓનલાઇન અરજી કરો.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2025: હવે તમારું પોતાનું બિઝનેસ શરૂ કરો – ₹10 લાખ સુધીની સહાય સાથે!
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો:
- ધોરણ 10 / 12 માર્કશીટ
- બોનાફાઈડ પ્રમાણપત્ર
- કોચિંગ ઇન્સ્ટિટ્યુટની ફી રસીઈદ
- જાતિ અને આવક પ્રમાણપત્ર
- બેંક પાસબુકની ઝેરોક્ષ
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
- અરજી સબમિટ કર્યા પછી અરજી નંબર સેવ કરો.
- મંજૂરી મળ્યા બાદ સહાય રકમ DBT દ્વારા બેંક ખાતામાં જમા થશે.
આ પણ વાંચો : પાલક માતા-પિતા યોજના 2025 – દર મહિને ₹3,000 સહાય
નિષ્કર્ષ
કોચિંગ સહાય યોજના 2025 એ ગુજરાત સરકારની એક અનોખી પહેલ છે જે આર્થિક રીતે નબળા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તક આપે છે. આ યોજના વિદ્યાર્થીઓને સફળતા તરફ આગળ વધવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે.
2 thoughts on “કોચિંગ સહાય યોજના 2025 : વિદ્યાર્થીઓ માટે ₹20,000 સુધીની સહાય!”